Skip Navigation
The Endowment for Human Development
The Endowment for Human Development
Improving lifelong health one pregnancy at a time.
Donate Now Get Free Videos

Multilingual Illustrated DVD [Tutorial]

The Biology of Prenatal Development




પૂર્વ પ્રસૂતિ વિકાસનું જીવ વિજ્ઞાન

.ગુજરા [Gujarati]


National Geographic Society This program is distributed in the U.S. and Canada by National Geographic and EHD. [learn more]

Choose Language:
Download English PDF  Download Spanish PDF  Download French PDF  What is PDF?
 

The 8-Week Embryo

Chapter 30   8 Weeks: Brain Development

૮ અઠવાડિયાનાં મગજનો ખૂબ જ વિકાસ થયો હોય છે. અને ગર્ભના કુલ શરીરના વજનથી લગભગ અડધું વજન થાય છે.

અસાધારણ દરે વૃધ્ધિ ચાલુ રહે છે.

Chapter 31   Right- and Left-Handedness

૮ અઠવાડિયા સુધીમાં ૭૫ ટકા ગર્ભમાં, જમણો હાથ પ્રાધાન્ય નજરે પડે છે. બાકીના ભાગનું સમાન રીતે ડાબા હાથના પ્રાધાન્ય વચ્ચે વિભાજીત થાય છે અને તેમાં અગ્રિમતા હોતી નથી. આ જમણા કે ડાબા હાથની વર્તણૂંકનો સૌથી પહેલા મળતો પૂરાવો છે.

Chapter 32   Rolling Over

બાળચિકિત્સાના પાઠ્ય પૂસ્તકોએ "રોલ ઓવરની" આશક્તિને વર્ણવી છે, જે જન્મ પછી ૧૦ થી ૨૦ અઠવાડિયામાં દેખાય છે. આમ છતાં, આ પ્રભાવાત્મક સંકલન નિમ્ન ગુરુત્વાકર્ષણવાળા પ્રવાહી ખચિત 'એમ્નિયોટિક સેકના' પર્યાવરણમા ખૂબ અગાઉથી પ્રદર્શિત થાય છે. માત્ર સાર્મથ્યના અભાવે, પ્રમાણમાં ઉંચા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવા જે આવશ્યક છે, તે, ગર્ભાશયની બહાર નવજાતને ગબડાવતો (રોલિંગ ઓવર) અટકાવે છે.

ગર્ભ શારિરીક રીતે આ ગાળા દરમિયાન વધુ સક્રિય બને છે.

ગતિ ધીમી કે ઝડપી, એક સરખી કે પુનવરાવર્તક, સ્વયંસ્ફુરિત હોઇ શકે.

માથાનું ગોળ ગોળ ફરવુ, ગરદનનું વિસ્તરણ અને હાથ થી ચહેરાનો સંપર્કં ઘણીવાર થાય છે.

ગર્ભનો સ્પર્શ કરતાં વાંકી નજરે જોવું, જડબાનું હલનચલન, ગતિ પકડવી, અંગૂઠાનું પોઇન્ટિંગ બહાર જાણાય છે.

Chapter 33   Eyelid Fusion

૭ અને ૮ અઠવાડિયાની વચ્ચે ઉપલાં અને નીચલાં પોપચાંમાં, આંખો પર ઝડપથી વૃધ્ધિ પામે છે અને અંશત: એક સાથે જોડાણ થાય છે.

Chapter 34   "Breathing" Motion and Urination

ગર્ભાશયમાં હવા ન હોવા છતાં, ગર્ભ ૮ અઠવાડિયાનો થતાં સુધીમાં થોડાથોડા સમયે શ્વાસ ગતિ દર્શાવે છે.

આ સમય સુધીમાં કિડની મૂત્ર પેદા કરે છે, જે એમ્નિયોટિક પ્રવાહી માં છુટું થાય છે.

પુરૂષ ગર્ભમાં વિકસતું વૃષણ ટેરટોસ્ટીરોન પેદા કરી છુટું કરવાનું શરૂ કરે છે.

Chapter 35   The Limbs and Skin

અવયવોનાં હાડકાં, સાંધા, સ્નાયુઓ, મજ્જાતંતુઓ તથા લોહીની નળીઓ વયસ્ક વ્યક્તિઓમાં હોય તેવી બિલકુલ તેને મળતી જ હોય છે.

૮ અઠવાડિયા સુધીમાં બહારની ચામડી અથવા ત્વચા, બહુ સ્તરીય અનાસ્ત્વચા બને છે, જે તેની મોટાભાગની પારદર્શકતા ગુમાવે છે.

ભમર, વાળ તરીકે મોંની ફરતે વધતી દેખાય છે.

Chapter 36   Summary of the First 8 Weeks

આઠ અઠવાડિયામાં થતા ગર્ભાધાનની મુદત પુરી થાય છે.

આ મુદ્દત દરમિયાન, માનવ ગર્ભ જે એક કોષમાંથી વિકસીને, લગભગ ૧ અબજ કોષનો થયો હોય છે. જે લગભગ ૪૦૦૦ શરીર રચના વિષયક જુદા જુદા માળખાંની રચના કરે છે.

હવે ગર્ભ ધારણ કરે છે, પુખ્ત વ્યક્તિમાં જણાતી ૯૦ ટકા કરતાં વધુ સંરચના.


Add a Comment

Your Name: Log In 3rd-party login: Facebook     Google     Yahoo

Comment: